Family Toh Family

作词 : Bhargav Purohit
作曲 : Kedar and Bhargav
પ મ ગ રે સા રે, પ મ ગ રે સા સા
વા રે ભઈ વા અરે હાં રે ભઈ હાં

સુર બધા છે નોખાં સૌના નોખાં છે અંદાજ
ગાતા મીઠી ધૂનમાં તોયે સાથ મળીને આજ

ખુશીઓ લાવી ઉથલપાથલ સૌ થાતાં રે પાગલ
ફેમિલી છે ફેમિલી બીજું બધું છે ફાજલ

આજે હરખથી છે આંખો ભીની
આજે હરખથી છે આંખો ભીની હૈયું તો તાનમાં
ગુંજે મીઠી શી કિલકારીઓ આજથી કાનમાં
ગુંજે રે કાનમાં

રાતદિવસ બદલાશે સૌના મોજમાં ડૂબી
રોજ દેખાશે રે કોઈ અવનવી ખૂબી

ખુશીઓ લાવી ઉથલપાથલ સૌ થાતાં રે પાગલ
ફેમિલી છે ફેમિલી બીજું બધું છે ફાજલ

કોઈ કરમ આ હશે જન્મોના
કોઈ કરમ આ હશે જન્મોના કે ફળી છે દુઆ
ઘેલા થાતાં હરખથી હવે નાના નાની જો આ
મામા માસી ફુઆ

કોઈ લાવે રે રમકડું કોઈ લાવે વ્હાલ
કોઈ તરસે કહેવા કે લે આંગળી મારી ઝાલ

ખુશીઓ લાવી ઉથલપાથલ સૌ થાતાં રે પાગલ
ફેમિલી છે ફેમિલી બીજું બધું છે ફાજલ
ખૂટે નાહી પ્રેમ કદીયે તૂટે ના આ નાતો
રે'જો રાજી શ્રીજી બાવા કાયમ અમ પર હાં તો ભાઈ
નજર ન લાગે કોઈની થોડું લગાવજો કાજલ
ફેમિલી તો ફેમિલી બીજું બધું છે ફાજલ
ખુશીઓ લાવી ઉથલપાથલ સૌ થાતાં રે પાગલ
ફેમિલી છે ફેમિલી બીજું બધું છે ફાજલ
📥 下载LRC歌词 📄 下载TXT歌词

支持卡拉OK同步显示,可用记事本编辑